,ખુશી દેજે જમાનાને મને
હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન,મને વેરાન વન
દેજે.
સદાયે દુઃખમાં મલકે
મને એવાં સ્વજન
દેજે;
ખિઝાંમાં પણ ન
કરમાયે મને એવાં
સુમન દેજે.
જમાનાનાં બધાં પુણ્યો
જમાનાને મુબારક હો;
હું પરખું પાપને
મારાં,મને એવાં નયન
દેજે.
હું મુક્તિ કેરો
ચાહક છું,મને બંધન
નથી ગમતાં;
કમળ બિડાય તે
પહેલાં ભ્રમરને ઉડ્ડયન
દેજે.
સ્વમાની છું,કદી વિણ
આવકારે ત્યાં નહીં
આવું;
અગર તું દઈ
શકે મુજને તો
ધરતી પર ગગન
દેજે.
ખુદા યા!આટલી
તુજને વિનંતી છે
આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ
શીશ મુજને એ
નમન દેજે.
No comments:
Post a Comment