નજરથી
નજરને મીલાવી તો જો
પ્રભુને
તુ પ્રેમી બનાવી તો જો
પ્રભુ
પામવાની એ બાળક અદા
અચલપદ
ને પામ્યો ધ્રુવ તો સદા
અચલતાથી
જીવ ને સમજાવી તો જો
છે
ભક્તોની જગમા અનોખી અદા
માધવની
મસ્તીમા રહેતો સદા
ચિરજીવ
મધુરપ એ માણી તો જો
બની
મસ્ત મીરા એ માધવ મહી
હરી વિણ
હૈયુ બીજે હારી નહી
વિષય
કેરા વિષને પચાવી તો જો
જે
સંસ્કૃતિ કાજે જીવે છે સદા
એ દાદા
ના દિલની અનોખી અદા
અયાચક
બની વિશ્વે વ્યાપી તો જો
No comments:
Post a Comment