શા હાલ થયા
છે પ્રેમીના, કહેવાની કશી
યે જરૂર નથી;
આ હાલ તમારા
કહી દેશે, કાં સેંથીમાં
સિંદૂર નથી?
હું હાથને મારા
ફેલાવું તો તારી
ખુદાઈ દૂર નથી,
હું માંગું ને
તું આપી દે
એ વાત મને
મંજૂર નથી.
આ આંખ ઉઘાડી
હોય છતાં પામે
જ નહીં દર્શન
તારા,
એ હોય ન
હોય બરાબર છે, બેનૂર છે -એમાં નૂર
નથી.
તુજ જુલ્મો-સિતમની
વાત સુણી દીધા
છે દિલાસા દુનિયાએ;
હું ક્રૂર જગતને
સમજ્યો’તો પણ
તારી જેવું ક્રૂર
નથી.
જે દિલમાં દયાને
સ્થાન નથી ત્યાં
વાત ન કર
દિલ ખોલીને;
એવા પાણી વિનાના
સાગરની ‘નાઝિર’ને કશીયે
જરૂર નથી.
No comments:
Post a Comment