ગગનવાસી ધરા પર
બે ઘડી શ્વાસો
ભરી તો જો!
જીવનદાતા, જીવન કેરો અનુભવ
તું કરી તો
જો!
સદાયે શેષ શૈયા
પર શયન કરનાર
ઓ ભગવન,
ફકત એકવાર કાંટાની
પથારી પાથરી તો
જો!
જીવન જેવું જીવન
તુજ હાથમાં સુપરત
કરી દેશું,
અમારી જેમ અમને
એકપળ તું કરગરી
તો જો!
નથી આ વાત
સાગરની,આ ભવસાગરની
વાતો છે;
અવરને તારનારા!તું
સ્વયં એને તરી
તો જો!
નિછાવર થઈ જઈશ
એ વાત કરવી
સહેલ છે “નાઝિર”
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી
તો જો.
No comments:
Post a Comment