Sunday, 16 September 2012

અંતર મળે તો

અંતર મળે તો કે'વી અંતરની વાત ભાઇ
નહીતર અંતર કયાય ખોલવાનું નહિ

બોલવા હોય તો મધુર વેણ બોલવા
કડવા તે વેણ કોઇ'દિ બોલવા નહિ

માવતરની સેવા થાય તો કરજો ભાઇ
માન મર્યાદા એની લોપવાની નહિ

પાણી પીધા પછી ઘર ના પુછવું
બાંધીને પ્રિત કોઇથી તોડવાની નહિ

સત્તા મળે કે મળે ધનના ઢગલા
રાંકનું રત્તન કોઇ'દિ રોળવાનું નહિ

દોરંગી દુનિયા તો ચાહે એમ બોલે  'બુદ્ધ '
સતસંગની વાત કોઇ,દિ છોડવાની નહિ

No comments:

Post a Comment